વલસાડમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ શહેરના તીથલ રોડ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ગટરની ગંભીર સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મુદ્દે આજે વલસાડ નગરપાલિકા પર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અધવચ્ચેથી જ અટકાયત કરી લેતા રાજકારણ ગરમાયું છે. વલસાડ શહેર ના ?તીથલ રોડ નાસિક તિથલ સ્ટેટ હાઇવે પર આવેલા શ્રી શનિદેવ મંદિર આગળ છેલ્લા ૪ મહિનાથી ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ રહ્નાં છે, જેના કારણે ભક્તો સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે. નગરપાલિકામાં વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન આવતા આજે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ ગટરનું દૂષિત પાણી બોટલોમાં ભરીને નગરપાલિકાના સત્તાધીશોને જગાડવા માટે જઈ રહ્ના હતા.
તે દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાની કચેરીઍ પહોંચે અને વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલાં જ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કડક વલણ અપનાવ્યું હતું. પોલીસે કાર્યકરોને અધવચ્ચે જ અટકાવી દીધા હતા. તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈ તેમજ અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઍક તરફ વિરોધ પ્રદર્શનને દબાવી દેવામાં આવ્યું છે, તો બીજી તરફ સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે. ચોમાસાની ઋતુ માં ચાલુ હોય ત્યારે આવા ગંદા પાણીના ભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. હવે જોવાનું ઍ રહેશે કે આ વિરોધ પ્રદર્શન બાદ નગરપાલિકા તીથલ રોડની આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે ઍ જોવાનો રહ્નાં છે.
