Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

હાલર વિસ્તારમાં વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે અધિક કલેકટરની તાકીદ

હાલર વિસ્તારમાં વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે અધિક કલેકટરની તાકીદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ હાલર વિસ્તારના મહાદેવ નગર, ટીવી રીલે કેન્દ્ર, આરપીઍફ ગ્રાઉન્ડ પાછળ અને મિશન કોલોની વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને લઈ તપાસ સ્થળ તપાસ કરી પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અને આગામી સમયમાં નવું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી.
 હાલર વિસ્તારમાં રહેતા અને નગરપાલિકા કાઉન્સિલર નિતેશભાઇ વશીઍ કરેલી લેખિત રજૂઆત બાદ વલસાડના અધિક કલેક્ટર પિયુષભાઈ પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, આરોગ્ય સમિતિ ચેરમેન હિતેશભાઈ ભંડારી અને નગરપાલિકા સભ્યઓ નિતેશ ઍમ વશી, ભરત પટેલ (કાનો), અલકાબેન દેસાઈ દ્વારા હાલર વિસ્તારના મહાદેવ નગર, ટીવી રીલે કેન્દ્ર, આરપીઍફ ગ્રાઉન્ડ પાછળ અને મિશન કોલોની વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને લઈ તપાસ સ્થળ તપાસ કરી પાણીના નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા અને આગામી સમયમાં નવું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી. જે સમયે ત્યાંના સ્થાનિક રહેવાસીઓમાં  પંકજભાઈ, નવીનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાજપુત, અનિલભાઈ પટેલ અને કરણસિંગભાઈ વિગેરે સાથે સમસ્યાઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ઍમના સૂચનો પણ લેવામાં આવ્યા હતાં.