Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

વાપી રેલવે સ્ટેશન પર ૧૦ ઍક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજની સાંસદ ઉમેશ પટેલની માંગ

વાપી રેલવે સ્ટેશન પર ૧૦ ઍક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજની સાંસદ ઉમેશ પટેલની માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૮ ઃ દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલઍ નવી દિલ્હીમાં સતીશકુમાર સાથે શિષ્ટાચાર મુલાકાત કરી વાપી રેલવે સ્ટેશન પર ૧૦ મહત્વપૂર્ણ ઍક્સપ્રેસ ટ્રેનોના નિયમિત સ્ટોપેજ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે આ મુદ્દે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી હતી. સાંસદ ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમણે અગાઉ પડ્ઢિમ રેલવેના મહા-બંધકને પત્ર લખી વાપી રેલવે સ્ટેશન પર મુખ્ય ઍક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજની માંગણી કરી હતી. તેના જવાબમાં પિ?મ રેલવેઍ જણાવ્યું હતું કે વાપી સ્ટેશન પર ૧૦ મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે અને હાલમાં તે બોર્ડના વિચારાધીન છે.
મુલાકાત દરમિયાન સાંસદે જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશન માત્ર દક્ષિણ ગુજરાત માટે જ નહીં, પરંતુ દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવના લાખો નાગરિકો માટે મુખ્ય રેલવે પ્રવેશદ્વાર છે. સાંસદે રેલવે બોર્ડ સમક્ષ રજૂઆત કરી કે જે ૧૦ ટ્રેનોના સ્ટોપેજનો પ્રસ્તાવ બાકી છે, તેના પર પ્રાથમિકતા આધારે વહેલી તકે નિર્ણય લઈ વાપી રેલવે સ્ટેશન પર નિયમિત વ્યાવસાયિક સ્ટોપેજ મંજૂર કરવામાં આવે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી દમણ, દાદરા અને નગર હવેલી, દક્ષિણ ગુજરાત તથા દેશના વિવિધ રાજ્યો વચ્ચેનું રેલવે જોડાણ વધુ મજબૂત બનશે તેમજ ઉદ્યોગ, વેપાર, પ્રવાસન અને રોજગારીને પણ નવી ગતિ મળશે.
રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સતીશ કુમારે સાંસદ દ્વારા રજૂ કરાયેલી માંગણીઓને ગંભીરતાથી સાંભળી સંબંધિત પ્રસ્તાવો પર નિયમો અનુસાર યોગ્ય અને વહેલી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાંસદ ઉમેશભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રેલવે બોર્ડ દ્વારા હકારાત્મક નિર્ણય લેવાતા વિસ્તારના લાખો મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ પૂર્ણ થશે અને વાપી રેલવે સ્ટેશનનું મહત્વ વધુ વધશે.