Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

વટાર બસ સ્ટોપ સુધી બસો જતી જ નથી?

વટાર બસ સ્ટોપ સુધી બસો જતી જ નથી?


વાપી, તા. ૦૯ ઃ વાપી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા અંગે વટાર વિસ્તારના મુસાફરોઍ ફરી ઍકવાર અસંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના સત્તાધીશોઍ અગાઉ વટાર બસ સ્ટોપ સુધી બસો નિયમિત લાવવા સૂચનાઓ આપી હોવા છતાં હજુ સુધી અનેક બસો બસ સ્ટોપ સુધી પહોંચતી નથી. જેના કારણે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. સ્થાનિકોઍ જણાવ્યું કે બસ ડ્રાઇવર અને કન્ડક્ટર દ્વારા મહાનગરપાલિકાની સૂચનાઓનું યોગ્ય પાલન કરવામાં આવતું નથી. આ મુદ્દે સ્થાનિક આગેવાન સતીષભાઈને પણ રજૂઆત કરવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મુસાફરોનું કહેવું છે કે બસો વટાર બસ સ્ટોપ સુધી નિયમિત પહોંચે તો હજારો લોકોને રાહત મળશે. મહાનગરપાલિકા દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગ સંતોષવામાં આવે તેવી માંગ ઉઠી છે.