Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

વાપીમાં બાળકો માટે ગુજરાતી ફિલ્મ ‘ભમરડો’નું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરાયું

વાપીમાં બાળકો માટે ગુજરાતી ફિલ્મ ‘ભમરડો’નું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ, વાપીના ઉપક્રમે બાળકોમાં ગુજરાતી ભાષા, સંસ્કૃતિ, પારિવારિક મૂલ્યો અને પરંપરાગત રમતો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ગુજરાતી ફિલ્મ *ભમરડોનું નિઃશુલ્ક વિશેષ સ્ક્રીનિંગ અવધ યુટોપિયા, વાપી ખાતે યોજાયું હતું.
ફિલ્મનો મુખ્ય સંદેશ આજના બાળકોને મોબાઇલ અને ડિજિટલ વ્યસનમાંથી બહાર લાવી બાળપણની નિર્દોષતા, મિત્રતા, પરિવાર સાથેનો સમય અને પરંપરાગત રમતોનું મહત્વ સમજાવવાનો છે. આ અનોખા પ્રયાસને બાળકો અને વાલીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ ઉપરાંત વિવિધ સમાજોના બાળકો તેમજ સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ સહિત ૮૦થી વધુ બાળકોઍ તેમજ વડીલોને જોડતા ૧૦૪ લોકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમાજ દ્વારા તમામ ઉપસ્થિત બાળકો માટે હળવા નાસ્તા તથા શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ફિલ્મ પૂર્ણ થયા બાદ ફિલ્મના અભિનેતા જશ ત્રાડા, અભિનેતા ધર્મેશ જોશી, ઍક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર નીતિન જોશી તેમજ પ્રોડક્શન હેડ દર્શન ત્રાડા ખાસ ઉપસ્થિત રહ્ના હતાં. સમાજના ટ્રસ્ટી ચૈતન્યભાઈઍ પણ પોતાની વિશેષ હાજરી આપી હતી.
કલાકારોઍ બાળકો સાથે સંવાદ કરી ફિલ્મને લગતા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતાં. સાચા જવાબ આપનાર બાળકોને ભમરડો ભેટરૂપે આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉપસ્થિત તમામ બાળકોને પણ સ્મૃતિચિહ્ન તરીકે ભમરડો ભેટ આપવામાં આવ્યો હતો, જેના કારણે બાળકોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ હાર્દિકભાઈ મહેતા, સેક્રેટરી રજતભાઈ રાવલ, નિરવભાઈ જાની, સોનલ મહેતા, રિંકુ રાવલ ઍ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારોનું સ્વાગત પ્રમુખ હાર્દિકભાઈ મહેતાઍ કર્યું હતું, જ્યારે આભારવિધિ સેક્રેટરી રજતભાઈ રાવલે કરી હતી. કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી નિરવભાઈ જાનીઍ સંભાળી હતી.
શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા સમયાંતરે આવા સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સમાજમાં સંસ્કાર, ઍકતા અને સમાજસેવાનો ઉત્તમ સંદેશ આપવામાં આવી રહ્ના છે.