Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

રોટરી ક્લબ ઓફ સરીગામનો ૩૨મો પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો

રોટરી ક્લબ ઓફ સરીગામનો ૩૨મો પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ રોટરી ક્લબ ઓફ સરીગામનો ૩૨મો પદગ્રહણ વિધિ સમારોહ તા.૦૮/૦૭/૨૦૨૬ને બુધવારે લાયન્સ ઉપાસના હોલ વાપી ખાતે યોજાયો હતો. પદગ્રહણ સમારોહના પુરોહિત (ત્ઁસ્ર્ન્દ્દીશ્રર્શ્રીદ્દજ્ઞ્ંઁ બ્શ્શ્જ્ઞ્ણૂફૂશ્વ) તરીકે રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ના ડિસ્ટ્રીકટ ગવર્નર રો. નીલેશ શાહ પધાર્યા હતા.તથા મુખ્ય મહેમાન તરીકે ડો.નીલમ આહીરવાર (સર્જીકલ ઓનકોલોજીસ્ટ) પધાર્યા હતાં.
સમારોહની શરૂઆતમા વિદાય લઈ રહેલા પ્રમુખ ડો.જાન્હવી આરેકરે આવકાર પ્રવચન કર્યું હતું.ગયા વર્ષના સેક્રૅટરી રૉ.મૌલીક મોદીઍ રોટરી ક્લબ ઓફ સરીગામનો વર્ષ ૨૦૨૫/૨૬નો કામગીરીનો અહેવાલ રજુ કર્યો હતો. પદગ્રહણ સમારોહના પુરોહીત (ત્ઁસ્ર્ન્દ્દીશ્રર્શ્રીદ્દજ્ઞ્ંઁ બ્શ્શ્જ્ઞ્ણૂફૂશ્વ) રો.નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ સરીગામનામાં પ્રમુખ તરીકે રો.રેશમા રાવ, સેક્રેટરી તરીકે રો.જૈવીક પટેલ તથા સમગ્ર ટીમને હોદ્દાની શપથવિધિ કરાવી હતી. ડિસ્ટ્રીકટ ગવર્નર રો. નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ સરીગામની કામગીરીની પ્રશંસા કરી અને કહ્નાં હતું કે રોટરી ક્લબોઍ નાનામા નાના જરૂરીયાતમંદ લોકોને લાભ થાય ઍવા કાર્યો કરીને પબ્લિકમા રોટરીની ઈમેજ ઉભી કરવી જોઈઍ. તેઓઍ આવતા વર્ષની ર્વ્ફૂૃ ગ્ફૂશ્રજ્ઞ્ફૂરુફૂશ્વસ્ન્ ની શું કામગીરી છે. તેની માહિતી આપી હતી.અને નવા વરાયેલા પ્રમુખ રો.રેશમાં રાવ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતાં. મુખ્ય મહેમાન ડો.નીલમ આહીરવારે રોટરીની કામગીરીની પ્રશંસા કરી કેન્સર રોગ વિશે માહિતી આપી હતી. કેન્સર અવેરનેસ કાર્યક્રમો માટે રોટરીને મદદરૂપ થવા માટે ખાત્રી આપી હતી. નવા વરાયેલા પ્રમુખ રો.રેશમા રાવે રોટરી ક્લબ ઓફ સરીગામની આવતા વર્ષની કામગીરી શું રહેશે તેની માહિતી આપી હતી. આજના આ કાર્યક્રમમાં પીડીજી રો. ડો. સુરૅન્દ્ધસીહ પરમાર, પીડીજી રુચીર જાની, પીડીજી અનીશ શાહ, ડીજીઈ વિપુલ પટેલ, ચાટૅર પ્રમુખ રો.શૈલેષભાઈ દેસાઈ, ડિસ્ટ્રીકટ ૩૦૬૦ના ડિસ્ટ્રીકટ ઑફીસસૅ, આજુબાજુની ક્લબના પ્રમુખો, સેક્રેટરી, ઍસ.આઇ.ઍ.ના સભ્યો, રોટરી ક્લબ સરીગામના સભ્યો હાજર રહ્ના હતાં. આજના આ પદગ્રહણ કાર્યકમ દરમિયાન સંજાણ હોમના બાળકોઍ સુંદર કૃતિ રજુ કરી હતી. સમારોહના અંતમાં આભારવિધિ સેક્રેટરી રો.જૈવીક પટેલે કરી હતી  સમગ્ર કાર્યક્રમનું સંચાલન રો.રાજેશ પાંચાલે કર્યું હતું.