Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

ઉમરગામના હાર્દિક પ્રેસવાલાનું સન્માન

ઉમરગામના હાર્દિક પ્રેસવાલાનું સન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ હિમાચલ પ્રદેશમાં સ્થિત પવિત્ર શ્રીખંડ મહાદેવ કૈલાશ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઉમરગામના હાર્દિકભાઈ પ્રેસવાલાઍ શ્રદ્ધા, સાહસ અને અડગ મનોબળનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભારતની સૌથી કઠિન અને પડકારજનક ધાર્મિક યાત્રાઓમાં સ્થાન ધરાવતી શ્રીખંડ મહાદેવ યાત્રા ઊંચા પર્વતીય માર્ગો, દુર્ગમ ચઢાણો અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પૂર્ણ કરવી ઍ આધ્યાત્મિક શ્રદ્ધા અને અદમ્ય સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે. આવી કપરી પરિસ્થિતિઓ વચ્ચે હાર્દિકભાઈ નિરંજન પ્રેસવાલા તથા તેઓના બાર જેટલા સાથી મિત્રો ઍ યાત્રા પૂર્ણ કરીને સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ આપ્યો છે. જોકે શિખર ઉપર બારમાંથી છ વ્યક્તિઓ પહોંચ્યા હતા.હાર્દિકભાઈની આ નોંધપાત્ર સિદ્ધિને લઈને ભારતીય જનતા પાર્ટી, વલસાડ જિલ્લા પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ભાજપ પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત પ્રગતિનો આશીર્વાદ વરસતો રહે. શ્રીખંડ મહાદેવની આ પવિત્ર યાત્રા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ મનોબળ, ધૈર્ય અને સંકલ્પશક્તિની પણ અનોખી પરીક્ષા ગણાય છે, જેમાં હાર્દિકભાઈ પ્રેસવાલાની સફળતા અનેક યુવાનો અને ભક્તો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.