વાપીમાં દુકાનના ડ્રોવરમાંથી કાળોતરો સાપ મળતા દોડધામ
- byDamanganga Times
- 09 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપીના ચલા વિસ્તારમાં આવેલી ગોલ્ડ કોઈન બિલ્ડિંગમાં ઍક ટાયરની દુકાનના ટેબલના ડ્રોઅરમાં દેશના સૌથી વધુ ઝેરી સાપોમાં ગણાતા કાળોતરા સાપ જોવા મળતા દુકાનમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતા વાપી ઍનિમલ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અત્યંત સાવચેતી સાથે કાળોતરા સાપને રેસ્ક્યુ કર્યો હતો. ત્યારબાદ તેને તેના કુદરતી રહેઠાણ ઍવા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક અંદાજ મુજબ વાપી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે આ સાપ રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાનું વાપી ઍનિમલ રેસક્યુ ટીમ ના વર્ધમાન શાહનુ માનવામાં આવી રહ્નાં છે. કાળોતરો સાયલેન્ટ કિલર તરીકે ઓળખાય છે, કારણ કે તે મોટાભાગે રાત્રિ દરમિયાન સક્રિય રહે છે અને તેના કરડવાનો દુખાવો ઘણી વખત શરૂઆતમાં ઓછો અનુભવાય છે. વાપી ઍનિમલ રેસ્ક્યુ ટીમે લોકોને અપીલ કરી છે કે વરસાદી મોસમમાં ઘરો, દુકાનો અને ગોડાઉનમાં સાવચેતી રાખે તેમજ સાપ દેખાય તો તેને મારવાનો પ્રયાસ કર્યા વિના તરત જ રેસ્ક્યુ ટીમને જાણ કરે.
