રેડ ઍલર્ટમાં સંકલનના અભાવે ડુંગરી પ્રા. શાળા ચાલુ રહેતાં ચર્ચા
- byDamanganga Times
- 09 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને રેડ ઍલર્ટ હોવાથી જિલ્લાની તમામ શાળા કોલેજ આંગણવાડી આઈ.ટી.આઈ બંધ રાખવાનો કલેકટરે આદેશ કર્યો ત્યારે વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પૂર્વ વિભાગ ડુંગરી સ્ટેશન શાળા પીઍમ ગુજરાત નામની પ્રાથમિક શાળાને શિક્ષકે શાળા ચાલુ રાખવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. શાળાના આચાર્યોઍ આ બચાવમાં જણાવ્યું હતું કે, તેમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓ ચાલુ રાખવાના મૌખિક કે લેખિત આદેશ મળ્યા હતા. ઍક તરફ કલેક્ટરનો રજાનો આદેશ અને બીજી તરફ શિક્ષણ અધિકારીનો શાળા ચાલુ રાખવાનો આદેશ, આ સંકલનના અભાવે વિદ્યાર્થીઓને ભારે વરસાદમાં હાલાકી ભોગવવી પડી હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં અને કલેક્ટરના આદેશના ઉલાળિયાની વાત સામે આવતાં જિલ્લા વિકાસ અધિકારી ઍક્શન મોડમાં આવ્યા છે. વલસાડના ડીડીઓ અતિરાગ ચપલોતે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
