Damanganga Times.

Damanganga Times.

July 09, 2026

દમણ સર્કિટ હાઉસ પાસે ખાડામાં ડુબી જતા યુવકનું મોત

દમણ સર્કિટ હાઉસ પાસે ખાડામાં ડુબી જતા યુવકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૦૮ ઃ મોટી દમણ સર્કિટ હાઉસ પાછળ ઍક ખાલી ખેતરમાં ઘાસ ઉગી ગયું હતું અને વરસાદી પાણી જમા થઈ ગયું હતું. આ પાણી ભરેલા ખાડામાંથી ઍક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ રમેશ હળપતિ તરીકે થઈ છે, જે મોતી દમણના ભીટવાડીનો રહેવાસી છે. તે જાહેર બાંધકામ વિભાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતો હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રમેશ બુધવારે સાંજે સર્કિટ હાઉસની પાછળ ફરવા ગયો હતો. ત્યારબાદ તે પાણીથી ભરેલા ખાડામાં ઉતર્યો અને ડૂબી ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ મૃત્યુના કારણની તપાસ કરી રહી છે.