અંબિકા નદીમાં ઘોડાપૂરઃ વઘઇનો ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપમાં
- byDamanganga Times
- 09 July, 2026
ડાંગ જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.સતત વરસી રહેલા ધોધમાર વરસાદના લીધે ડાંગ જિલ્લાની નાની-મોટી નદીઓ અને નાળાઓ છલકાયા છે. ખાસ કરીને અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં પાણીની ભારે આવક થતાં વઘઈ નજીક આવેલો -ખ્યાત ગીરા ધોધ તેના રૌદ્ર અને વિકરાળ સ્વરૂપમાં આવી ગયો છે. ગીરા ધોધના વિકરાળ અને રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા -વાસીઓની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. -વાસીઓને માત્ર દૂરથી જ આ મનોહર દ્રશ્યોની મજા લેવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
