Damanganga Times.

Damanganga Times.

July 09, 2026

છીરી-વલ્લભનગર રોડ મુદ્દે કોઈ ઉકેલ નથી

છીરી-વલ્લભનગર રોડ મુદ્દે કોઈ ઉકેલ નથી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વાપી, તા. ૦૮ ઃ વાપીના છીરી-વલ્લભનગર રોડનું કામ ખાનગી જમીનના વિવાદમાં અટવાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ બે દિવસ વરસાદમાં રોડ સંપૂર્ણ ડૂબી જવા સાથે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ રોડ મુદ્દે અગાઉ કોંગ્રેસના આગેવાનોઍ  તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કાર્યક્રમની ચીમકી પણ આપી છે.
 છીરી વલ્લભનગર વિસ્તારમાં ૫૦૦થી વધુ લોકો વસવાટ કરે છે. રોડ લાંબા સમયથી બન્યો નથી સમગ્ર માર્ગ ખાડા-ટેકરામાં ફેરવાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ રહે છે, જેના કારણે વાહનચાલકો, શાળાઍ જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. કાદવ અને પાણીના કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ખાનગી જમીન સંબંધિત વિવાદને કારણે વિકાસકાર્ય અટકી ગયું હોવાનું કહેવામાં આવે છે, પરંતુ તેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્ના છે.
કોંગ્રેસે માંગ કરી છે કે રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને વરસાદી પાણીના નિકાલ માટે પણ અસરકારક વ્યવસ્થા કરવામાં આવે. અન્યથા સ્થાનિકોને સાથે રાખી મનપા સામે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.