આનંદનગર-છરવાડા રોડ બિસ્માર હાલતથી વાહનચાલકો ત્રાહીમામ
- byDamanganga Times
- 09 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપીના આર.જી.ઍ.ઍસ. હાઈસ્કૂલ, વન વિભાગની કચેરીથી આસોપાલવ થઈ છરવાડા તરફ અને નેશનલ હાઈવે નંબર-૪૮ના અંડરપાસ સુધી જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલત માં ફેરવાઈ ગયો છે. સતત વરસાદના કારણે માર્ગ પર અસંખ્ય મોટા-નાના ખાડા પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.
વાપી ના આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ, કર્મચારીઓ તેમજ ભારે અને હળવા વાહનોની અવરજવર રહે છે. માર્ગ પર પાણી ભરાઈ જતાં ખાડા દેખાતા નથી, જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનવાની ભીતિ વચ્ચે વાહન ચલાવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બાઈકચાલકો માટે આ માર્ગ વધુ જોખમી સાબિત થઈ રહ્ના છે.
સ્થાનિકોમાં ઍવી લાગણી છે કે વરસાદી ઋતુ શરૂ થતાં પહેલાં માર્ગનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત. અનેક વખત રજૂઆતો છતાં માર્ગનું યોગ્ય સમારકામ ન થતાં લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્ના છે. સ્થાનિકોઍ સંબંધિત વાપી મહાનગરપાલિકાના બાંધકામ વિભાગને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી ખાડા પૂરવાની માંગ કરી છે, જેથી અકસ્માતની શક્યતાઓ ઘટે અને વાહનવ્યવહાર ફરીથી સુરક્ષિત બની શકે. જોકે છેલ્લા દસ વર્ષમાં આ માર્ગને બ્યૂટીફિકેશન કરવા પાછળ કરોડો રૂપિયા કરાયો હોવા છતાં આ માર્ગની આ હાલત જોઈ લોકો વહીવટી તંત્ર અને જન પ્રતિનિધિ સામે ફિટકાર વરસાવી રહ્ના છે.
