વાપી અન્ડરબ્રિજ માથી વરસાદી પાણી ખેîચતી ઈલેકટ્રીકટ મોટરમાંથી કચરો સાફ કરાયો
- byDamanganga Times
- 09 July, 2026
વાપીના જે ટાઈપ ખાતે આવેલ રેલવે અંડર બ્રિજ ના સ્ટ્રોંગ વોટર ટાંકા માંથી પાણી ખેંચવાની મોટર વારંવાર બંધ થઈ જતા તેને રીપેર કરવાની કામગીરી કરાઈ રહી છે. વાપી મહાનગરપાલિકાના જે ટાઈપ ખાતે આવેલ રેલવે અંડરબ્રીજમાં વરસાદી પાણીના નિકાલ માટે વોટર સ્ટોપ ટાકાઓ અંડરબ્રિજના નીચે બનાવાયા છે જેમાંથી પાણી બહાર ખેંચી ફેકવા માટે લગભગ ૧૦ ૨૦ અને ૫૦ ઍચ પી થી લઈને જર્મન ટેકનોલોજી ની પાણી ખેંચવાની મોટર લગાવાય છે પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદને કારણે વરસાદી પાણી સાથે ખરાબ કચરો અને પ્લાસ્ટિકનો જથ્થો પણ આવી જતા વારંવાર મોટર ખરાબ થઈ જવાની ઘટના બની રહી છે. જે અંગે છેલ્લા બે દિવસથી વાપી મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ દ્વારા આ મોટર રીપેરની કામગીરી કરવામાં આવી રહી છે.
