Damanganga Times.

Damanganga Times.

July 09, 2026

મુખ્યમંત્રી આજે દ.ગુ.ની મુલાકાતે

મુખ્યમંત્રી આજે દ.ગુ.ની મુલાકાતે


 (અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.૮ ઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાઍ જમાવટ કરી છે ત્યારે આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીઍ જણાવ્યું કે, પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. મુખ્યમંત્રીઍ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીઍ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત અને સમીક્ષા માટે આદેશ કર્યો છે. રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે દીવાલ કે વૃક્ષ ધરાશાયી થવા તથા વીજળી પડવા જેવા વિવિધ કારણોસર અકાળે મૃત્યુ પામેલા ૧૧ નાગરિકોને મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ દ્વારા ભાવપૂર્ણ શોકાંજલિ અર્પણ કરી હતી.