Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

મેઘરાજાઍ વાપીને બે દિવસ ધમરોળ્યું

મેઘરાજાઍ વાપીને બે દિવસ ધમરોળ્યું


(દમગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ મેઘરાજાઍ વાપી શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર બેટિંગ કરતાં જનજીવનને અસર પહોંચી છે.
સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરમાં સીઝનનો કુલ વરસાદ આશરે ૩૨ ઇંચ સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને સોમવારે રાત્રે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચલા મુક્તંદ માર્ગ,ગીતાનગર, કંચન નગરમાં, આરી ફળિયા સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને ઘરવખરી બચાવવા માટે રાતભર જાગવું પડ્યું હતું. વરસાદી પવનના કારણે શહેરમાં ૭ થી વધુ સ્થળોઍ વૃક્ષો ધરાશાયી થતાં કેટલાક માર્ગો પર વાહનવ્યવહારને અડચણ પહોંચી હતી. સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, મહાનગરપાલિકા અને વીજ વિભાગની ટીમો પણ વિવિધ સ્થળોઍ સતત કામગીરીમાં વ્યસ્ત રહી હતી.