Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઅો બંધ રાખવા આદેશ

વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઅો બંધ રાખવા આદેશ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઍક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અનુસાર, આવતીકાલે ઍટલે કે ૮ જુલાઈ ૨૦૨૬ બુધવાર ના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને રજા જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વલસાડ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, અતિભારે વરસાદના કારણે સર્જાતી વાહનવ્યવહારની મુશ્કેલીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિને કારણે બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપવામાં આવી  છે. આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ
ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. આ તમામ સંસ્થાઓમાં આવતીકાલે સત્તાવાર રજા રહેશે.પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, રજા દરમિયાન બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શાળાઓ દ્વારા જો શક્ય હોય તો ઓનલાઈન માધ્યમથી અથવા અન્ય વૈકલ્પિક ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી બાળકોનો અભ્યાસ ચાલુ રાખવાનો રહેશે. તંત્ર દ્વારા તમામ આચાર્યો અને મુખ્ય શિક્ષકોને આ હુકમનું ચુસ્તપણે પાલન કરવા અને આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે.