Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી ટાઉનમાં ઘરફોડ ચોરીનો ૮ વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો

વાપી ટાઉનમાં ઘરફોડ ચોરીનો ૮ વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૭ ઃ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચઍ સફળ કામગીરી કરીને ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ માટે વલસાડ ઍલસીબીની ટીમે રાજસ્થાનમાં વોચ ગોઠવી ગુ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીની ઓળખ દીપક વિનોદ કંસારા (ઉં. ૪૮), હાલ અગરપુરા, વિનાયકનગર, જિલ્લા બાંસવાડા (રાજસ્થાન) તથા મૂળ રહેવાસી તલવાડી મહલ્લા, બાંસવાડા તરીકે થઈ છે. તેની સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯માં નોંધાયેલા ઘરફોડ ચોરીનામા ગુનો નોંધાયેલો હતો. પોલીસ તપાસમાં આરોપી સામે પારડી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮ના બે ઘરફોડ ચોરીના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ઍલસીબી વલસાડના પીઆઈ ઍ.યુ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઍસઆઈ જે.પી. પટેલ, સ્ટાફના અધિકારીઓ તથા ઍઍસઆઈ હરદીપસિંહ હેતમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.