વલસાડમાં કરંટ લાગતાં ઍકનું મોત
- byDamanganga Times
- 08 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૭ ઃ છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદના પગલે હાઈવે રોડ, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પાણી ભરાવાના કારણે અવર-જવર બંધ કરવામાં આવી હતી. વલસાડ તાલુકામાં ભારે વરસાદના પગલે વલસાડના કાંજણ રણછોડ ગામે આવેલ કમલેશભાઈ ભીખાભાઈ પટેલ નું કાચું મકાન તૂટી પડ્યું હતું. જ્યારે સોનવાડા ગામે આવેલ ઍક પાકું મકાન ને નુકસાન થયું હતું. જ્યારે સામરપાડા ગામે રહેતા કમલેશભાઈ દેવુભાઈ પટેલ ને ઘરમાં વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ ઉપરાંત વલસાડના ઓલગામ ગામે ઍક વાઘલધરા ગામે ઍક પારડી પારનેરા ગામે ઍક અને સોનવાડા ગામે બે મકાનોને ઓછું વધતું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પારડી તાલુકાના બાલદા ગામે કાચા મકાનને નુકસાન અને જ્યારે રોણા ગામમાં ઍક મકાનને ઓછું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
