Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડ નશાબંધી ખાતાનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો

વલસાડ નશાબંધી ખાતાનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૭ ઃ દારૂની પરમિટના નામે લાંચ લેતો વલસાડ નશાબંધી અને  આવકારી કચેરીમાં ફરજ બજાવતો  જુનિયર ક્લાર્ક  ૧૦ હાજર રૂપિયાની લાંચ લેતા   વલસાડ ડાંગ ઍસીબી ટીમના રંગે હાથે ઝડપાઈ જતા નશાબંધી અને આબકારી  કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
 વલસાડ ઍસીબીની ટીમે ડીકોય ટ્રેપ ગોઠવીને આ લાંચિયા કર્મચારી અનિલભાઇ રણછોડભાઇ કાનાણી (ઉં. ૩૪ વર્ષ) હોદ્દોં જુનિયર ક્લાર્ક, વર્ગ-૩, નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી, વલસાડ ને રૂ. ૧૦,૦૦૦ ની રોકડી રકમ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધો છે. વલસાડની નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી ના  અધિકારીઓ અને કર્મચારીઓ લીકર પરમિટ મંજૂર કરવાના અવેજ પેટે અરજદારો પાસેથી રૂ. ૫,૦૦૦ થી લઈને રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચની સરેઆમ માંગણી કરે છે. જે ફરિયાદ આધારે  વલસાડ ડાંગ ઍસીબી દ્વારા  આયોજન કરવામાં આવ્યું હતું.  ઍક જાગૃત નાગરિકે લીકર પરમિટ માટે અરજી કરી હતી. કચેરીમાં બેઠેલા લાલચુ જુનિયર ક્લાર્ક અનિલ કાનાણીઍ પરમિટ કાઢી આપવાના બદલામાં નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂ. ૧૦,૦૦૦ ની લાંચ માંગી હતી. આજરોજ વલસાડના આશિષ બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલી નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરીની ગેલેરીમાં જ આરોપી અનિલ કાનાણીઍ ૧૦ હજારની   લાંચની રકમ સ્વીકારતા ઍસીબીની ટીમે  આરોપી અનિલ કાનાણીને ઝડપી પાડી તેની  પાસેથી લાંચની પૂરેપૂરી રૂ. ૧૦,૦૦૦ ની રકમ રિકવર કરી લેવામાં આવી છે.આ સમગ્ર સફળ ઓપરેશન વલસાડ અને ડાંગ ઍસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. ગામીત તથા તેમની બાહોશ ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ટ્રેપનું સુપરવિઝન સુરત ઍકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના નાયબ નિયામક બળદેવ દેસાઇના સીધા માર્ગદર્શન હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.