Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

છીપવાડમાં જીયુડીસીના ખોદકામ બાદ રસ્તો બિસ્માર

છીપવાડમાં જીયુડીસીના ખોદકામ બાદ રસ્તો બિસ્માર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ શહેરના વ્યસ્ત ગણાતા છીપવાડ દાણા  બજાર અને ઐતિહાસિક જગન્નાથ મંદિર પાસે જીયુડીસી  દ્વારા કરવામાં આવેલા અણધડ ખોદકામનો ભોગ સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકો બની રહ્ના છે. ખોદકામ કર્યા બાદ તંત્ર દ્વારા યોગ્ય ડામર રસ્તો ન બનાવવામાં આવતા, ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સમગ્ર માર્ગ ધોવાઈ ગયો છે અને રસ્તા પર મોટા-મોટા ખાડાઓ સામ્રાજ્ય વર્તાઈ રહ્નાં છે. જેના કારણે વાહનચાલકો અને વેપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્ના છે.

 આગામી દિવસોમાં અષાઢી બીજના પવિત્ર પર્વે આ જ જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે. રથયાત્રાના રૂટ પર જ આટલા મોટા ખાડાઓ હોવા છતાં વલસાડ નગરપાલિકા દ્વારા હજુ સુધી ખાડા પૂરવાની કે રસ્તાના પેચવર્કની કોઈ તસ્દી લેવામાં આવી નથી. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ ઉત્સવ પહેલાં પણ તંત્રની આવી ઉદાસીનતા જોઈને સ્થાનિક રહીશો અને ભક્તોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્ના છે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, હજારો ભક્તો અહીં આવવાના છે. ખોદકામ કરીને રસ્તો ઍમ જ છોડી દેવાયો છે. વરસાદમાં ખાડા દેખાતા નથી, જેથી રોજ અકસ્માતો થાય છે અને અમારા વેપાર-ધંધાને પણ મોટું નુકસાન થઈ રહ્નાં છે. તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી છે. સ્થાનિક રહીશો અને વેપારી મંડળની માંગ છે કે રથયાત્રા શરૂ થાય તે પહેલાં જ આ રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને ભગવાન નગરચર્યાઍ નીકળે ત્યારે ભક્તોને મુશ્કેલી ન પડે. જો નગરપાલિકા હજુ પણ આળસ ખંખેરશે નહીં, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.