Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

વલસાડમાં ભાજપ દ્વારા બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું સમાપન

વલસાડમાં ભાજપ દ્વારા બે દિવસીય  પ્રશિક્ષણ વર્ગનું સમાપન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ‘અંત્યોદય’ના દર્શનને આત્મસાત્ કરી સંગઠનને વધુ મજબૂત અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત બે દિવસીય મંડળ પ્રશિક્ષણ વર્ગનું સફળતાપૂર્વક સમાપન થયું. આ બે દિવસ દરમિયાન વરિષ્ઠ વક્તાઓના માર્ગદર્શનથી સંગઠનના સિદ્ધાંતો, વિચારધારા, કાર્યપદ્ધતિ, સંગઠન શિસ્ત તેમજ વિવિધ વિષયો અંગે વિસ્તૃત જ્ઞાન પ્રા થયું હતું. આ પ્રશિક્ષણે કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યે સમર્પણ, સેવા ભાવ અને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પને વધુ દૃઢ બનાવ્યો હતો. પ્રશિક્ષણ વર્ગનું નિરીક્ષણ માં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર, ગુજરાત સરકારના નાણા, શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,  વલસાડ-ડાંગના સાંસદ, લોકસભા દંડક અને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા ધવલભાઈ પટેલે પ્રશિક્ષણ વર્ગની મુલાકાત લઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી  સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈઇ કંસારા, જિલ્લા મહામંત્રી, ધારાસભ્ય ભરતભાઈ પટેલ,  અરવિંદભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતાં.

પંડિત દીન દયાળ ઉપાધ્યાયના અંત્યોદય અને ઍકાત્મ માનવવાદના સિદ્ધાંતોને જન-જન સુધી પહોંચાડવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં પ્રશિક્ષણાર્થીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા.