Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

વલસાડ તાલુકામાંથી પસાર થતાં હાઈવેના અોવરબ્રિજા જાખમી

વલસાડ તાલુકામાંથી પસાર થતાં હાઈવેના અોવરબ્રિજા જાખમી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ કરોડોના ખર્ચે સરોધી હાઇવે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. આ હાઈવે પર પણ પ્રથમ વરસાદમાં જ ડામર રસ્તો ઉખડી જઈ ખાડાઓ પડતા વાહનચાલકોને ભારે તકલીફો વેઠવી  પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડના નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરોડોના ખર્ચે બનેલા બ્રીજો પર હલકી કક્ષાનું  મટીરીયલના  કારણે દર વર્ષે વલસાડના ગુંદલાવ, સોનવાડા, કુંડી, ડુંગરી  પારનેરા પારડી  સુગર ફેક્ટરી અતુલ મુકુંદ અને અતુલ ફર્સ્ટ ગેટ હાઈવે ઓરબીજ પર સુરત થી મુંબઈ કે મુંબઈથી સુરત બંને તરફના હાઇવે ઓવર બ્રિજ  પર ખાડાઓ પડતા હોય છે.

જેના કારણે વાહન ચાલકો  દિવસ કે રાત્રે દરમિયાન ભારે તકલીફો પડતી હોય છે. અત્રે ઉલ્લેખ છે કે બે વર્ષ અગાઉ વલસાડ ડુંગરીના સોનવાળા હાઇવે પર પડેલા ખાડાના કારણે ઍક મોપેડ  ચાલક ખાડામાં પડી જતાં  બાજુમાંથી પસાર થતાં ટ્રક નીચે આવી જતા તેનું મોત થવાની ઘટના બની હતી. તો બીજી તરફ પારડી હાઇવે પર પણ હાઇવે પર પડેલા ખાડાના કારણે વલસાડના બાઇક  ચાલકનું મોત થવાની ઘટના બની હતી. વલસાડમાં નવા બનેલા ધમડાથી અને સરોધી હાઇવે પર નવા બ્રિજ ચોમાસામાં ડામરોડ ટકશે કે પછી આમ જ આખું ચોમાસું ખાડાઓ પડતા રહેશે અને વાહન ચાલકો પરેશાન થતાં રહેશે.