મોગરાવાડી-અબ્રામા રોડ પર ખાડાઅોથી વાહનચાલકો- રહીશો ત્રાહિમામ
- byDamanganga Times
- 07 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા વિકાસ કામોમાં તંત્રની ઉદાસીનતા અને આયોજનના અભાવે પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે. વલસાડના મોગરાવાડીથી અબ્રામા ગિરિરાજ હોટલ સુધીનો અંદાજે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે મંજૂર થયેલો નવો રસ્તો વહીવટી શિથિલતાનો ઉત્તમ નમૂનો બન્યો છે. આ રોડ મંજૂર થયાને આઠ-આઠ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી ટીપી (ટાઉન પ્લાનિંગ) અને ડીપી (ડેવલપમેન્ટ પ્લાન)નો યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી. પરિણામે, આ મહત્વકાંક્ષી રસ્તાનું કામ અત્યંત મંદગતિઍ ચાલી રહ્નાં છે, જેનો ભોગ સ્થાનિક જનતા બની રહી છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે અધૂરા રોડના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ખાસ કરીને મોગરાવાડી શોપિંગ સેન્ટર, હિન્દી સ્કૂલની પાછળનો ભાગ, નાયરા પેટ્રોલ પંપથી લઈને પ્રમુખ ગ્રીન સુધીના માર્ગ પર હાલમાં ચોમાસાના વરસાદી પાણીનો ભારે ભરાવો થઈ રહ્ના છે.
પાણી ભરાવાના કારણે રસ્તા પર ઠેર-ઠેર મોટા-મોટા ખાડા પડી ગયા છે. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પસાર થતી વખતે ભારે પરેશાની વેચવાનો વારો આવ્યો છે.
અને નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્ના છે. કરોડો રૂપિયાનો -ોજેક્ટ હોવા છતાં પાલિકા પાસે પાણીના નિકાલનું કોઈ આગોતરૂ આયોજન નથી. રોડનું કામ અધૂરું હોવાથી અને પાણીના નિકાલ માટે ડ્રેનેજ કે યોગ્ય લાઈનની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા, સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે.
મોટા પ્રમાણમાં ભરાતા પાણીના કારણે સ્થાનિક રહીશોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, અને વેપારીઓના ધંધા-રોજગાર પર પણ વિપરીત અસર પડી રહી છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં પાલિકાની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્ના છે.
ચોમાસાની આ સિઝનમાં લોકોની હાડમારી ઓછી કરવા માટે પાલિકા તંત્ર તાકીદે જાગે, ટીપી-ડીપીની અડચણો દૂર કરે અને રસ્તાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
