Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

વાપીના આર્મ ઍકટમાં ૧૩ વર્ષથી વોન્ટેડ આરોપી અયોધ્યાથી ઝડપાયો

વાપીના આર્મ ઍકટમાં ૧૩ વર્ષથી વોન્ટેડ આરોપી અયોધ્યાથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન કારાવાસ-૨’ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસને મહત્વની સફળતા મળી છે. છેલ્લા ૧૫ વર્ષથી ભરૂચ જિલ્લાના હત્યાના ગુનામાં ફરાર તેમજ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ ઍક્ટના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપી ધનશ્યામ ઉર્ફે બીગા ઉર્ફે કરન ઉર્ફે બાબા રામપ્રતાપસિંહ વર્મા લાંબા સમયથી અલગ-અલગ રાજ્યોમાં નામ અને ઓળખ બદલીને રહેતો હતો. હ્નામન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડ ઍલસીબીની ટીમે અયોધ્યામાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી સામે વર્ષ ૨૦૦૮માં ભરૂચ ઍ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ઉપરાંત વર્ષ ૨૦૧૧માં વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમજ વર્ષ ૨૦૧૩માં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ ઍક્ટ હેઠળ પણ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.