ચીખલી કોર્ટે ૨૦ વર્ષ બાદ બે શિક્ષકોને પાંચ લાખનો દંડ અને ૭ વર્ષની કેદની સજા ફટકારી
- byDamanganga Times
- 07 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૬ ઃ ચીખલી તાલુકાના ઘેજ ભરડા ફળિયા ખાતે આવેલ -ાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ઉકાભાઈ બાબરભાઈ પટેલ રહે. ઘેજ નવા નગર તેમજ આ જ શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા ધનસુખ રણછોડ પટેલ રહે. ઘેજ કણબી વાડ તા. ચીખલી જેઓ ઍ નિવૃત્તિ પહેલા પોતાના પીઍફ ફંડ માંથી ૯૦ ટકા રકમ મેળવવા માટે શિક્ષણ વિભાગમાં તારીખ ૧૬.૨.૨૦૦૨ના રોજ અરજી કરેલ અને ઉકાભાઈ પટેલને રૂપિયા ૧.૧૦ લાખનું ચુકવણું તારીખ ૬. ૮. ૨૦૦૨ના રોજ કરવામાં આવેલ ત્યારબાદ તેઓ તારીખ ૩૧.૧૦. ૨૦૦૨ ના રોજ નિવૃત થયેલ નિવૃત્ત થયા બાદ ઉકાભાઇ પટેલે જીપીઍફ ફંડ માંથી આખરી ચૂકવણાની અરજી તારીખ ૧૩. ૧૨. ૨૦૦૨ ના રોજ કરી હતી અને તેઓને ૨.૦૦.૧૭૧ ની ચુકવણી તારીખ ૨૮. ૫. ૨૦૦૩ ના રોજ કરવામાં આવી હતી સામાન્ય રીતે જીપીઍફ ફંડ માંથી આખરી ઉપાડની અરજીમાં નિવૃત્તિ પૂર્વે ઍક વર્ષે જ્યારે ચુકવણું લેવાનું હોય ત્યારે કર્મચારીઍ ભાગ -૧ ભરવાનો થાય છે
જ્યારે બીજા કિસ્સામાં ઉપરોક્ત શાળામાં જ જે તે સમયે ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા ધનસુખ રણછોડ પટેલ રહે. ઘેજ કણબીવાડ તા. ચીખલી જેઓને પણ તારીખ ૫. ૮. ૨૦૦૨ ના રોજ જીપીઍફ માંથી રૂપિયા ૧.૭૦ લાખનું ચુકવણું કરવામાં આવેલ ત્યારબાદ તેઓ તારીખ ૩૧.૧૦. ૨૦૦૨ ના રોજ નિવૃત થયા પછી જીપીઍફમાંથી રૂપિયા ૨. ૭૯.૪૬૭ ની રકમ ઉપાડવા માટે અરજી કરી હતી અને તેઓને તારીખ ૧૩. ૧૧. ૨૦૦૩ ના રોજ આ નાણાં ચૂકવવામાં આવ્યા હતા. આમ ધનસુખ પટેલને ૧.૭૦ લાખની વધુ ચુકવણી થયેલ પરંતુ વારંવાર આ બંને શિક્ષકોને લેખિત પત્રો દ્વારા જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ રકમ ભરપાઈ કરેલ ન હોય તથા જીપીઍફની રકમનું વધુ ચુકવણું તેમને થયેલ હોય આ વધુ ચુકવણું સરકારશ્રીમાં પરત કરવા અંગે બાહેધરી આપેલ હોય તેનો પણ ભંગ કરેલ છે આ બંને કેસ ચીખલી કોર્ટમાં ચાલી જતા ચીખલી કોર્ટના વિદ્વાન જજ ઍસ.પી. દવેઍ ચીખલી કોર્ટના સરકારી વકીલ યોગેશભાઈ પટેલની ધારદાર રજૂઆતોને ધ્યાનમાં રાખી તેમજ ગુનાની ગંભીરતા જોઈ આરોપી ઍવા મુખ્ય શિક્ષક ઉકાભાઇ બાબરભાઈ પટેલ તેમજ ઉપ શિક્ષક ધનસુખ રણછોડ પટેલને સાત સાત વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા પાંચ પાંચ લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ઍક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે.
