Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

વાપીમાં મનપાની પ્રિમોન્સુન કામગીરી સામે કચવાટ ઃ વરસાદ ૨૬ ઈંચ થયો

વાપીમાં મનપાની પ્રિમોન્સુન કામગીરી સામે કચવાટ ઃ વરસાદ ૨૬ ઈંચ થયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વાપી પંથકમાં આજે વહેલી સવારે ૬ થી સાંજે ૮ કલાક દરમિયાન ૧૧૧ મીમી ઍટલે કે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા રેલવેના બંને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા. વાહન વ્યવહાર બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યારે વાપી, વલસાડ રોડ ઉપર આવેલ બલીઠા, ચલા, અંડર બ્રિજમાં વાહનોની લાંબી કતાર જોવા મળી શાળા-કોલેજના વિદ્યાર્થીના વાહનો મોડેથી પહોંચતા વાલીઓમાં ચિંતાઓ જોવા મળે હતી. જયારે વાપીનો સિઝનનો કુલ વરસાદ આજે ૬૪૮ મી.મી. ઍટલે કે ૨૬ ઈંચ નોîધાયો હતો.

વાપી મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલ, ગટરોની સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા સુદૃઢ બનાવવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ સોમવારે પડેલા માત્ર ૧૧૧ મીમી (૪.૫ ઇંચ) વરસાદે આ તમામ દાવાઓની હકીકત લોકો સમક્ષ ખુલ્લી મૂકી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોના જનજીવન પર ગંભીર અસર પડી હતી, 

વાપી-ચલા કસ્ટમ રોડ પર ઍક ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં અનેક સોસાયટીઓ, રહેણાંક મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. સ્થાનિકો પોતાના ઘરોમાંથી પાણી કાઢવામાં વ્યસ્ત રહ્ના. બપોર બાદ વરસાદ ધીમો થતા જનજીવન ફરી શરૂ થયું હતું.

વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરી વરસાદની શરૂઆતમાં જ સતત ત્રીજીવાર વાપીના જે ટાઈપ રેલવે અંડરબ્રિજમાં ફરી ઍકવાર પાણી ભરાઈ જતાં આજે સોમવારે બપોર દરમિયાન વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો હતો. હજારો વાહનચાલકોને બલીઠા અંડરબ્રિજ તરફ વળવું પડ્યું, જ્યાં વાહનોની ૧કિલોમીટર લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક જામના કારણે સ્કૂલ અને કોલેજમાંથી છૂટેલા વિદ્યાર્થીઓ કલાકો સુધી રસ્તામાં અટવાયા હતા. બસો, સ્કૂલ વેનો અને રિક્ષાઓ સમયસર ન પહોંચી શકતાં વાલીઓમાં ચિંતા અને રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોમાંથી કચરો અને અવરોધ દૂર કરવામાં આવ્યા ન હોવાથી પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. 

જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા. જો સમયસર સફાઈ અને જાળવણી કરવામાં આવી હોત તો લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો ન પડ્યો હોત. જોકે આજે વાપી પંથકમાં દિવસ દરમિયાન સવારે ૬ થી સાંજે ૮ કલાક દરમિયાન ૧૧૧ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈ કુલ મોસમનો વરસાદ ૬૪૮ ઍટલે કે ૨૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.