Damanganga Times.

Damanganga Times.

July 06, 2026

આહવાના ‘શિવ ઘાટ’ પર ધોધનો નજારો

આહવાના ‘શિવ ઘાટ’ પર ધોધનો નજારો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા. ૦૬ ઃ ભારે વરસાદને પગલે ડુંગરાઓમાંથી વહી આવતું પાણી શિવ ઘાટ પર આવેલા નાના મંદિરની બિલકુલ બાજુમાંથી ઍક વિશાળ અને વેગવંત ધોધ સ્વરૂપે રોડની સાઇડમાં ખાબકી રહ્નાં છે. હરિયાળી વનરાજીની વચ્ચે પથ્થરો પરથી પડતા આ મનમોહક ધોધને જોવા અને પ્રકૃતિનો નજારો માણવા માટે પ્રકૃતિ ચાહકો અને વાહનચાલકો રસ્તા પર થોભી રહ્ના છે.ચોમાસાની  પ્રથમ સિઝનમાં શિવ ઘાટનો આ રૌદ્ર અને સુંદર નજારો કેમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જેને કારણે પ્રકૃતિપ્રેમીઓમાં અદભુત આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્ના છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા ધોધની નજીક જતા પ્રવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.