Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

વાપીમાં સામાજિક સંસ્થાઅો અટવાયેલા મુસાફરોની મદદે આવી

વાપીમાં સામાજિક સંસ્થાઅો અટવાયેલા મુસાફરોની મદદે આવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ પડ્ઢિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા વાપી રેલવે સ્ટેશનને રોકાયેલી ટ્રેનોના મુસાફરો માટે વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા પાણી, નાસ્તો અને રહેવા જમવાની તેમજ સ્નાન કરવાની વ્યવસ્થા કરાઈ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ બોરીવલી અને પાલઘર વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઇ આજે વહેલી સવારથી જ પડ્ઢિમ રેલવેનો અમદાવાદ, બરોડાથી મુંબઈ તરફ જતી ટ્રેનોને વલસાડ, પારડી, વાપી, ભીલાડ અને સંજાણમાં જ રોકી લેવાય છે. જ્યારે મુંબઈ તરફથી કોઈપણ ટ્રેન આવી રહી નથી. આ અંગે વાપી રેલવે સ્ટેશનઍ રોકાયેલી ટ્રેનના મુસાફરોને વાપીના અનેક સેવાકીય સંસ્થા તેમજ મહિલા મંડળના સભ્યો દ્વારા પીવાનું પાણી નાસ્તો અને જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી. જ્યારે વાપીના શ્રી રાજસ્થાન જૈન સંઘ દ્વારા સંચાલિત જિનાલયમાં બહારગામથી વાપી રેલવે સ્ટેશનને મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે રહેવાની નાહવાની તેમજ જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ઍ જ રીતે આ સંજોગોમાં વાપીની માહેશ્વરી સેવા સમિતિ દ્વારા પણ ચાલા, મુક્તાનંદ માર્ગ સ્થિત મહેશ ભવન ખાતે જરૂરિયાતમંદ મુસાફરો માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમિતિઍ મુસાફરોને આ સેવાનો લાભ લેવા તેમજ આ માહિતી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી છે. વધુ માહિતી માટે સમિતિના અધ્યક્ષ  ગિરિરાજ લડ્ઢા (મો. ૯૬૮૭૭૯૯૧૯૯) તથા સચિવ  અશોક કાબરા (મો. ૮૨૩૮૭૨૬૫૩૮)નો સંપર્ક કરી શકાય છે. આમ વાપીની સામાજિક સંસ્થાઅોઍ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ટ્રેનના મુસાફરોને વહારે આવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.