Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

વલસાડ પોલીસે ૧ માસમાં ૩૩ વોન્ટેડને ઝડપી લીધા

વલસાડ પોલીસે ૧ માસમાં ૩૩ વોન્ટેડને ઝડપી લીધા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન મર્ડર, લૂંટ, ધાડ, બળાત્કાર, અપહરણ અને ટાડા ઍક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતા ફરતા કુલ ૩૩ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 

 વલસાડ જિલ્લા પોલીસવડા  ધરમપુર વિભાગ તેમજ નાયબ પોલીસ વડા વલસાડ અને વાપીની દેખરેખ હેઠળ જિલ્લા ઍલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ, ઍસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોઍ જૂના કેસના કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને  બાતમીદારોની બાતમી આધારે તપાસ હાથ ધરીને તારીખ ૦૧/૦૫/૨૦૨૬થી ૩૦/૦૫/૨૦૨૬ના ગાળા દરમિયાન વલસાડ જિલ્લા તેમજ અન્ય જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આ ગુનેગારોને દબોચી લીધા હતા. સૌથી વધુ આરોપીમાં વલસાડ ઍલ.સી.બી. શાખા ૨૦ આરોપી, ઍસ.ઓ.જી. શાખા ૦૩ આરોપી, પારડી પોલીસ મથક ૨  અને વાપી ટાઉન પોલીસ મથક ૦૨ આરોપી, વલસાડ રૂરલ, ડુંગરી, વાપી ઞ્ત્ઝ઼ઘ્, ડુંગરા, ઉમરગામ પોલીસ મથક ૦૧ આરોપી  અને નાનાપોંઢા પોલીસ મથક  ૦૧ આરોપી  કુલ ઝડપાયેલા  ૩૩ આરોપીઓ   લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલા આ રીઢા ગુનેગારો પકડાતા વલસાડ જિલ્લા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને ગુનાખોરી મુક્ત વાતાવરણ બનાવવા તરફ આ ઍક મોટું પગલું માનવામાં આવી રહ્નાં છે.