Damanganga Times.

Damanganga Times.

July 07, 2026

વલસાડ જિલ્લામાં ચોથા દિવસે પણ વરસાદની હેલી ઃ સ્કોરબોર્ડ ૨૧.૫ ઈંચ થયું

વલસાડ જિલ્લામાં ચોથા દિવસે પણ વરસાદની હેલી ઃ સ્કોરબોર્ડ ૨૧.૫ ઈંચ થયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૬ ઃ  વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર  બની ગયું છે. જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે રવિવારે સાંજે ચાર વાગ્યાથી સોમવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં વલસાડ ચાર ઇંચ, ધરમપુર ૨ ઇંચ, પારડી પાંચ ઇંચ, કપરાડા ચાર ઇંચ, ઉમરગામ પાંચ ઇંચ, વાપી સાત ઇંચ, નાનાપોંઢા  ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં આજનો સરેરાશ વરસાદ ૭૬.૧૪ મી.મી. ઍટલે કે ૩ ઈંચ જેટલો થયો છે. જયારે વલસાડ જિલ્લાની વાત કરીઍ તો વલસાડ જિલ્લાનો કુલ અત્યાર સુધીનો સિઝનનો વરસાદ સરેરાશ ૫૩૬.૮૬ મી.મી. ઍટલે કે લગભગ ૨૧.૫ ઈંચ સુધી પહોîચ્યો છે.  જિલ્લામાં વરસાદના પગલે ૧૦ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતાં. જયારે  આગામી ૨૪ કલાકમાં  ભારેથી અતિભારે વરસાદ  પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે.  વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્ના છે. જેના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. વરસાદ પડતા ચેકડેમના તળાવ કોઝવે તથા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. આજરોજ વરસાદ પડતા વલસાડ જિલ્લાના ૧૦ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતાં.

 વલસાડ શહેરમાં થોડા અમથા વરસાદમાં જ શહેરના છીપવાડ   અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણીનો ભરાવો થતા  વાહન ચાલકોઍ રેલવે યાર્ડ ફૂટ ઓવર બ્રિજનો સહારો લેવો પડ્યો હતો.