Damanganga Times.

Damanganga Times.

July 06, 2026

વાંસદામાં બંધ કરાયેલા ૨૪ રસ્તાઅો ફરીથી ખુલ્લા કરાયા

વાંસદામાં બંધ કરાયેલા ૨૪ રસ્તાઅો ફરીથી ખુલ્લા કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૫ ઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા અને ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા ૨૪ જેટલા ડુબાઉ કોઝવે અને રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા હતાં.
જો કે, વરસાદ વિરામ લેતાં જ પંચાયત માર્ગ અને મકાન વિભાગના વાંસદા પેટા વિભાગ દ્વારા તાત્કાલિક ઍક્શન મોડમાં આવીને યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરાયો હતો. તંત્ર દ્વારા ધોવાયેલા ઍ-ોચ રોડનું સમારકામ અને વોટરવે સફાઈ સહિતની મરામતની કામગીરી ગણતરીના સમયમાં પૂર્ણ કરી તમામ રસ્તાઓ પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, વાંસદા પેટા વિભાગના આગોતરા -ીમોન્સુન આયોજનના કારણે પાણી ઓવરટોપ થતાની સાથે જ બેરિકેટિંગ કરીને વાહનો અટકાવી દેવાયા હોવાથી કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાયો ન હતો, જે તંત્રની સતર્કતા દર્શાવે છે.