Damanganga Times.

Damanganga Times.

July 06, 2026

વલસાડ જિલ્લામાં ૪૨ બંધ માર્ગો ફરી વાહનવ્યવહાર માટે પુર્વરત કરાયા

વલસાડ જિલ્લામાં ૪૨ બંધ માર્ગો ફરી વાહનવ્યવહાર માટે પુર્વરત કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડ જિલ્લામાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે અનેક કોઝવે ઉપરથી પાણી વહેવા, કાટમાળ જમા થવા તેમજ કેટલાક સ્થળોઍ માર્ગને નુકસાન પહોંચતા કુલ ૪૨ માર્ગો પર વાહનવ્યવહાર કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ભાવેશ પટેલના જણાવ્યા અનુસાર, વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ઇજનેરો અને ફિલ્ડ સ્ટાફ સ્થળ પર પહોંચી થ્ઘ્ગ્ અને અન્ય મશીનરીની મદદથી કોઝવે તથા માર્ગો ઉપરથી કાટમાળ, ઝાડ-ઝાંખરા અને અન્ય અવરોધો દૂર કરી, તાત્કાલિક મરામત અને સુરક્ષાત્મક કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કામચલાઉ બંધ કરાયેલા માર્ગોમાં પારડી તાલુકાના ૧૮ માર્ગો, વલસાડ તાલુકાના ૨૧ માર્ગો, ધરમપુર તાલુકાના ૨ માર્ગો તથા ઉમરગામ તાલુકાનો ૧ માર્ગ મળી કુલ ૪૨ માર્ગો જે તા.૪/૭/૨૦૨૬ ના રોજ  સાંજે ૫-૩૦ વાગ્યા બાદ વાહન વ્યવહાર માટે પુર્વરત કરવામાં આવતા વાહન ચાલકોને રાહત થઈ છે.