ચીખલી બાર ઍસો.ની કચેરીમાં વરસાદી પાણી ભરાયા
- byDamanganga Times
- 04 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૩ ઃ ચીખલી પંથકમાં મોડી રાતથી ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે ત્યારે ચીખલી કોર્ટ કેમ્પસમાં પણ પાણી ભરાઈ ગયા હતા હાલમાં ચીખલી કોર્ટનું મકાન જર્જરિત હોય જેના કારણે પતરાના શેડમાં બાર ઍસોસિઍશન અને સરકારી વકીલની કચેરી પતરા ના શેડ માં ચાલી રહી છે ત્યારે ધોધમાર વરસાદને કારણે ઓફીસની અંદર પાણી ભરાઈ જતા સરકારી રેકોર્ડ પણ ભીંજાય જવા પામ્યા છે ઍટલું જ નહીં પરંતુ પતરાના શેડ માં ઇલેક્ટ્રિક લાઈન દ્વારા પાણી આવી જતા શોર્ટ સર્કિટ થવાનો પણ ભય રહ્ના છે ત્યારે ચીખલી કોર્ટના જજ ઍસ.પી દવે દ્વારા તાત્કાલિક ઓફિસનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને માર્ગ મકાન વિભાગને ઍક લેખિત રજૂઆત કરી છે ચીખલી કોર્ટના સરકારી વકીલ શ્રી યોગેશભાઈ પટેલે પણ માર્ગ મકાન વિભાગને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે શોર્ટ સર્કિટ થાય અને કોઈ અકસ્માતનો ભોગ બને તો જવાબદારી કોની ?
