Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

નવસારી જિલ્લામાં સતત વરસાદને પગલે ૩૪ માર્ગો બંધ

નવસારી જિલ્લામાં સતત વરસાદને પગલે ૩૪ માર્ગો બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૩ ઃ નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે વિવિધ તાલુકાઓમાં કોઝવે પર ઓવરટોપિંગ થવા,રેલવે અંડરપાસમાં પાણી ભરાવા અને ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી કુલ ૩૪ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. બંધ કરાયેલા રસ્તાઓમાં મુખ્યત્વે ચીખલી તાલુકાના ૦૯, વાંસદાના ૦૯, નવસારીના ૦૮, ગણદેવીના ૦૭ અને જલાલપોર તાલુકાના ૦૩ પંચાયત હસ્તકના મુખ્ય તથા ગ્રામ્ય માર્ગોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને વરસાદનું જોર ઘટ્યા બાદ માર્ગોની સલામતી ચકાસીને જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, બંધ કરાયેલા માર્ગો કે પાણી ભરાયેલા કોઝવે પરથી અવરજવર કરવાનું જોખમ ન ખેડે અને તંત્ર દ્વારા મુકાયેલા બેરિકેડિંગ તથા સૂચના પાટિયાંનું ચુસ્તપણે પાલન કરે. ભારે વરસાદની સ્થિતિને જોતા નાગરિકોને મુસાફરી પર નીકળતા પહેલાં માર્ગોની સ્થિતિ જાણી લેવા, વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અને ખૂબ જ અનિવાર્ય ન હોય ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.