Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

નામધામાં વીજ પોલ પડતા ઘરની દિવાલને નુકશાન

નામધામાં વીજ પોલ પડતા ઘરની દિવાલને નુકશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૩ ઃ નામધા ગામે ઈલેક્ટ્રીક પોલ નવા બની રહેલા મકાન પર ધસી પડતા દિવાલને ભારે નુકસાન થવા પામ્યું છે. સાથે જો આ ઘરમાં કોઈ પરિવાર વસવાટ કરતો હોત તો તેને ગંભીર ઈજા કે જીવનું જોખમ ઊભું થાત તેઓ માહોલ જોવા મળ્યો હતો.
પ્રા વિગત મુજબ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮માં આવતા નામધા દેસાઈવાડથી ગુેશ્વર મહાદેવ મંદિર સુધી જતાં માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી તેમજ વીજપોલ નવા નાંખવાની કામગીરી કરાઈ રહી છે જે દરમિયાન બે દિવસ અગાઉ કાંઠા ફળિયામાં રસ્તાની બાજુમાં ઍક નવા બની રહેલા મુકેશભાઈ નવલાભાઈ પટેલના મકાન ઉપર ગઈકાલે વીજ પોલ સિમેન્ટનો અચાનક ધસી પડતા આ નવા બની રહેલા મકાનની દિવાલ પડી જવા પામી હતી. સાથે ત્યાં કામ કરતા મજુરનો પણ ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે મકાન માલિક દ્વારા વીજ કંપનીના અધિકારીઅોને જાણ કરતા તેઅોઍ આ કામગીરી અંગે તેમની જવાબદારી નહી હોવાનું જણાવી હાથ ઉચા કરી દીધા હતાં. જોકે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના પોલ નાંખવાની કામગીરી કરનારી ઍજન્સી કે ડીજીવીસીઍલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી મકાન માલિકને નુકશાની ભરપાઈ કરી આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે નહીં તો આ અંગે તેઓ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે.