Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

ધામણીમાં વરસાદથી મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોત

ધામણીમાં વરસાદથી મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૩ ઃ  ધામણી ગામના ચારીપાડા ફળિયા ખાતે ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં ઘરના વૃદ્ધ ધાકલભાઈ ધવળુભાઈ કેસરે આશરે ઉંમર ૬૮નાઓ કાટમાળ નીચે દબાઈ જતા ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યું હોવાની માહિતી પ્રા થવા પામી હતી ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને આગેવાનો ઘટનાસ્થળે ધસી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.