Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

વાપી દમણગંગા વિયરમાં પાણીનો પ્રવાહ વધ્યો : લોકો જીવના જાખમે માછલી પકડે છે

વાપી દમણગંગા વિયરમાં પાણીનો પ્રવાહ વધ્યો : લોકો જીવના જાખમે માછલી પકડે છે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૩ ઃ ચોમાસાના વરસાદને પગલે દમણગંગા નદીમાં આવેલા વિયર પર પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. તેમ છતાં અનેક લોકો જીવના જોખમે વિયર નજીક ન્હાવા તેમજ માછલી પકડવા પહોંચી રહ્ના હોવાનું જોવા મળી રહ્નાં છે. પાણીના તેજ પ્રવાહ વચ્ચે વિયર પર ઊભા રહી માછલી પકડતા અને સેલ્ફી લેતા લોકો પોતાની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્ના છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આવા બેદરકાર વર્તનને કારણે અકસ્માતોની ઘટનાઓ બનતી હોવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.  તંત્ર દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરી જોખમી વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધનો કડક અમલ કરવો જોઈઍ. સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.