ઉમરગામ - વાપીની ૫૦ શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 04 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ઉમરગામ તાલુકા તેમજ વાપી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.
શાળા પ્રવેશોત્સવ નિમિત્તે નવા પ્રવેશ મેળવનાર ભૂલકાઓને સંપૂર્ણ શૈક્ષણિક સહાયરૂપ બને તે હેતુથી ઉમરગામ, સોળસુંબા, સરઈ, માંડા, તુંબ, સહિતના ગામોની બી.આર.સી. સેન્ટ્રલ શાળાઓ તેમજ અન્ય શાળાઓને મળીને કુલ ૫૦ શાળાઓમાં ૧,૧૦૫ શૈક્ષણિક કિટોનું વિતરણ કરવામાં આવ્યું.
આ કિટોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. ટ્રસ્ટના આ સેવાકીય કાર્યને શાળાઓના સંચાલકો, શિક્ષકો તેમજ વાલીઓઍ ખૂબ જ સરાહનીય ગણાવી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આવા સેવાકીય કાર્યો થકી શિક્ષણને પ્રોત્સાહન આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે. કાર્યક્રમમાં શ્રી શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા તેઓના હસ્તે વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરાઈ હતી.
