Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

વાપીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ અને વેચાણ

વાપીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ અને વેચાણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૩ ઃ આજે વિશ્વ પ્લાસ્ટિક મુક્ત દિવસ નિમિત્તે દેશભરમાં પર્યાવરણ સંરક્ષણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્ના છે. બીજી તરફ વાપીના મુખ્ય બજાર, શાકભાજી માર્કેટ ઝંડા ચોક ગુંજન વિસ્તાર તેમજ વાપી જીઆઇડીસી ચાર રસ્તા ના બજારમાં અનેક વેપારી વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ અને ઝભલા થેલીઓનો ખુલ્લેઆમ ઉપયોગ થતો જોવા મળ્યો હતો. આજે વિશ્વ પ્લાસ્ટિક મુક્ત દિવસ હોય તેમ જ સમગ્ર દેશ અને રાજ્યમાં માઈક્રો પ્લાસ્ટિકની થેલી ના વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે જે અંગે વાપી મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરી દુકાનદારો તેમજ ઉત્પાદકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ વાપી ના શાકભાજી માર્કેટ વાપી મુખ્ય બજાર તેમજ ગુંજન વિસ્તાર તથા વાપી જીઆઇડીસી ચાર રસ્તા વિસ્તારમાં આવેલી હોલસેલ અનાજ કિરાણાની માર્કેટના વેપારીઓ ખરીદી કરતા ગ્રાહકોને  નિર્ભયતાથી પ્લાસ્ટિકની થેલીઓ આપવામાં આવી રહી હતી.
રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે કડક નિયમો અમલમાં હોવા છતાં વાપી મહાનગરપાલિકા તેમજ નોટિફાઇડ અને જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગો દ્વારા વાપી પંથકમાં  અસરકારક ચકાસણી કે કાર્યવાહી જોવા મળતી નથી. પરિણામે વેપારીઓમાં નિયમોનો ભય પણ જોવા મળતો નથી. વાપી વિસ્તારમાં આવેલી અનેક દુકાનોમાં તેમજ ખાણીપીણીના સ્ટોલ અને શાકભાજીના વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રતિબંધિત માઈક્રો પ્લાસ્ટિક થેલીઓ આપવામાં આવી રહી છે આ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી નું વેચાણ કરનાર વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવાની જરૂર છે આ અંગે વાપીના ઍક જાગૃત પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી ગટર વ્યવસ્થા, નદીઓ અને જમીનનું પ્રદૂષણ વધે છે તેમજ પશુ-પક્ષીઓના આરોગ્ય પર પણ ગંભીર અસર થાય છે. વાપીમાં પ્લાસ્ટિકની થેલીમાં ખોરાક તેમજ અન્ય ચીજ વસ્તુઓ જાહેરમાં ફેંકી દેવામાં આવે છે તેને ગાય તેમ જ અન્ય પશુઓ આરોગ્ય છે અને તેની સાથે પ્લાસ્ટિકની આ થેલી પણ તેના પેટમાં જતી હોય છે જેને કારણે અકાળે આ પ્લાસ્ટિકની થેલી આરોગનાર પશુનું મોત પણ થાય છે જ્યારે વાપીમાં આજે વિશ્વ પ્લાસ્ટિક મુક્ત દિવસના દિવસે જ આવી સ્થિતિ સામે આવતા સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે  અસંતોષ જોવા મળ્યો હતો. લોકોઍ વહીવટી તંત્રને નિયમિત ચેકિંગ, દંડાત્મક કાર્યવાહી અને કાપડ તથા કાગળની થેલીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અસરકારક અભિયાન હાથ ધરવાની માંગ કરી છે. અગાઉ વાપીમાં કેટલીક જાણીતી કંપની દ્વારા પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ ન કરવા નાગરિકોને જાહેરમાં ફ્રીમાં કાપડની થેલીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.