Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

ચીખલી ખાતે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જુલાઈના રોજ યોજાશે

ચીખલી ખાતે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જુલાઈના રોજ યોજાશે


નવસારી, તા. ૦૨ ઃ લોકાભિમુખ વહીવટના ભાગરૂપે તથા લોકોની ફરિયાદોનો સ્થાનિક કક્ષાઍ ત્વરિત અને અસરકારક નિકાલ થઈ શકે તે હેતુસર  દર માસના ચોથા બુધવારે તાલુકા કક્ષાઍ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે.જે અંતર્ગત  જુલાઈ-૨૦૨૬ માસનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી, ચીખલી ખાતે તા. ૨૨ /૦૭ /૨૦૨૬ના રોજ બુધવારના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે. જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની ફરિયાદ અરજીઓ સાથે સંબંધિત પુરાવાઓ તથા સંપર્ક માટેનો મોબાઇલ નંબર દર્શાવી અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ – જુલાઈ -૨૦૨૬ લખી, ફરિયાદનો વિષય તેમજ સંબંધિત કયા ખાતાના અધિકારી દ્વારા ફરિયાદનો નિકાલ થવાનો છે તેની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવી મામલતદાર, ચીખલીના સરનામે ૧૦ જુલાઈ ૨૦૨૬ સુધી ટપાલ દ્વારા અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે.