Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાઍ જમીન દફતર નિરીક્ષકની ત્રણ કચેરીઓ કાર્યરત

ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાઍ જમીન દફતર નિરીક્ષકની ત્રણ કચેરીઓ કાર્યરત


આહવા, તાં. ૦૨ ઃ ગુજરાત રાજ્યમાં જમીન મહેસૂલ વહીવટ અને તેને સંલગ્ન પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભિમુખ, પ્રજાકેન્દ્રિત અને સંવેદનશીલ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે. આ દિશામાં સરકાર દ્વારા સમયાંતરે વિવિધ કાયદા, નિયમો, ઠરાવો અને પરિપત્રો દ્વારા વહીવટી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ જ અનુસંધાને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા લોકહિતને કેન્દ્રસ્થાને રાખીને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળના જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગનું પુનર્ગઠન કરી તાલુકા કક્ષાઍ તેની કચેરીઓ કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા સંવર્ગ હેઠળની તમામ જગ્યાઓનું નામાભિધાન સુધારી જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ (ત્ઁસ્ન્ષ્ટફૂણૂદ્દંશ્વ ર્ન્ીઁફુ ય્ફૂણૂંશ્વફુ, ર્ઘ્શ્રીસ્ન્સ્ન્-૨) તરીકે કરવામાં આવ્યું છે.
 આ પહેલથી હવે જમીનની માપણી, જમીન રેકોર્ડની નકલ મેળવવી, સિટી સર્વે સંબંધિત કામગીરી, પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી, વારસાઈ નોંધ, વેચાણ નોંધ સહિતની વિવિધ જમીન દફતર સંબંધિત સેવાઓ માટે અરજદારોઍ જિલ્લા કક્ષાઍ જવાની જરૂર રહેશે નહીં. સ્થાનિક નાગરિકોને તાલુકા કક્ષાઍ જ ઝડપી, સરળ અને સુલભ સેવાઓ ઉપલબ્ધ થશે, જેના પરિણામે કામગીરી વધુ કાર્યક્ષમ, અસરકારક અને સમયબદ્ધ બનશે.
આ નિર્ણયના અનુસંધાને ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાઍ નીચે મુજબ ત્રણ સ્થળોઍ જમીન દફતર નિરીક્ષકશ્રીની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છેં  જેમાં ૧) આહવા  - આઈ.ઍલ.આર આહવા – કલેક્ટર કચેરીના ભોંય તળિયે, જિલ્લા સેવા સદન મુ. આહવા, જિ. ડાંગ,  ૨ સુબીર – આઈ. ઍલ.આર સુબીર – બીજો માળ, તાલુકા સેવા સદન, સુબીર, મુ.પો.તા.સુબીર, જિ.ડાંગ, ૩ વઘઇ - આઈ.ઍલ.આર વઘઇ – પહેલો માળ, તાલુકા સેવા સદન, વઘઇ, મુ.પો.તા. વઘઇ, જિ.ડાંગ. અરજદારોને તાલુકા કક્ષાઍ સીટી સર્વેની કામગીરી, જમીન માપણી, રી-સરવે સુધારા, રિમાન્ડ કેસની મુદ્દતો, રેકર્ડની નકલો, પીઆર કાર્ડની નકલ, સ્વામિત્વ યોજના હેઠળના પ્રોપર્ટી કાર્ડની કામગીરી, ડી.આઈ.ઍલ આર કચેરી, સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટની કચેરીને લગત તમામ કામગીરી હવે તાલુકા કક્ષાઍ થશે તેમ જમીન દફતર અધિક્ષક કમ ઍકત્રીકરણ આધિકારી વલસાડ/ડાંગની ઍક અખબારી યાદીમાં જણાવ્યું છે.