Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

પારનેરા સાર્વજનિક મા. શાળામાં બાથરૂમ અને શૌચાલયોનું લોકાર્પણ કરાયું

પારનેરા સાર્વજનિક મા. શાળામાં બાથરૂમ અને શૌચાલયોનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ પારનેરા ગામની સાર્વજનિક માધ્યમિક શાળાના છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અતુલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા નિર્માણ કરાયેલા ૫ શૌચાલયો અને ૫ બાથરૂમોનું અતુલ કંપનીનાં જનરલ મેનેજર  ગૌતમભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અતુલ કંપનીનાં અધિકારીઓ, શાળાનાં ટ્રસ્ટી રાજેશભાઈ, પારનેરા ગામનાં સરપંચ  ભરતભાઈ પટેલ, શાળાનાં શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. ટ્રસ્ટી  રાજેશભાઈઍ અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશન સંસ્થાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે અતુલ કંપની દ્વારા અગાઉ પણ ઘણી મદદ કરવામાં આવી છે.આ નવી સુવિધાઓથી છાત્રાલયમાં રહેતા ૮૦ થી ૯૦ વિદ્યાર્થીઓને  ફાયદો થશે. તેમને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળશે તેમજ તેમના આરોગ્ય અને દૈનિક જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. ગૌતમભાઈ દેસાઈઍ જણાવ્યું કે શિક્ષણ અને સ્વચ્છતાના ક્ષેત્રમાં સમાજને ઉપયોગી સેવાકીય કાર્યો માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે અને ભવિષ્યમાં પણ આવા લોકોપયોગી કાર્યો કરવા માટે તત્પર છે.      શાળાનાં આચાર્ય અને શિક્ષકગણ તેમજ વિધાર્થીઓઍ આવી સારી સુવિધા આપવા બદલ સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.