વાપીના ઉદ્યોગકારોને ડ્રગ્સ માફિયાઅોથી ચેતવવા અનુરોધ
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ વાપીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ ઝોનલ યુનિટ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન દ્વારા સંયુક્ત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદનમાં વપરાતા પૂર્વવર્તી રસાયણો અને નિયમનકારી પદાર્થોના ડાયવર્ઝનને રોકવા માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરવામાં આવી હતી. આ પહેલ નશા મુક્ત ભારત રાષ્ટ્રીય સંકલ્પનો ઍક ભાગ છે.
આ સેમિનાર મા અને શી બી ના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા આઉટરીચ પ્રોગ્રામનો ઍક ભાગ હતો. જ્યારે ફઘ્ગ્ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મનીષ કુમાર ઍ કેમિકલ ઉદ્યોગ માટે આ સ્વૈચ્છિક આચારસંહિતા રજૂ કરી હતી. મનીષ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સિન્થેટિક ડ્રગ્સના વધતા દૂષણને રોકવા માટે માત્ર કાયદાકીય કડકાઈ કે તપાસ ઍજન્સીઓની કાર્યવાહી પૂરતી નથી. તેમણે કેમિકલ ઉદ્યોગ અને વહીવટી તંત્ર વચ્ચે મજબૂત પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. અને ડ્રગ માફિયાઓ કાયદાની પકડથી બચવા માટે સતત નવા રસાયણો અને વૈકલ્પિક પદાર્થોનો ઉપયોગ કરી રહ્ના છે.તેમણે કેમિકલ ઉત્પાદકો, નિકાસકારો, ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓને શંકાસ્પદ પ્રવૃત્તિઓ, અસામાન્ય ઓર્ડર અથવા અંતિમ ઉપયોગ છુપાવવાના પ્રયાસોને ઓળખવા જણાવ્યું હતું. ઉદ્યોગોને આચારસંહિતા અપનાવીને ગ્રાહક વેરિફિકેશન અને ઇન્ટરનલ ઓડિટ સિસ્ટમ મજબૂત કરવા તેમજ શંકાસ્પદ લેવડદેવડની માહિતી તુરંત ફઘ્ગ્ સાથે શેર કરવા વિનંતી કરવામાં આવી હતી.
આ સેમિનારમાં ફઘ્ગ્ના ઍડિશનલ ડાયરેક્ટર પાટીલ કેતન બલિરામ, સ્ત્ખ્ના પ્રમુખ સતીષ ભાઈ પટેલ, ટ્રેઝરર રાજુલ શાહ, જોઈન્ટ સેક્રેટરી ચંદ્રેશભાઈ મારુ અને અવીક ફાર્માસ્યુટિકલના પ્રમુખ ડૉ. છેડા અભયકુમાર સહિત અગ્રણી કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોના ૨૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા.
