Damanganga Times.

Damanganga Times.

July 02, 2026

સાદકવેલમાં ખાતરના યુનિટનો વિરોધ

સાદકવેલમાં ખાતરના યુનિટનો વિરોધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૨ ઃ ચીખલી તાલુકાના સાદડવેલગામે આવેલ કાવેરી સુગરની જગ્યા ઉપર ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીઍ જગ્યા લીધા બાદ આ જગ્યા ઉપર રાસાયણિક ખાતર બનાવવાનું યુનિટ શરૂ કરવામાં આવનાર છે. જેની સામે સાદડવેલ ગામ સહિત આજુબાજુના ગામોમાં વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ ફેલાવાની તેમજ ખેડૂતોની ફળદ્રુપ જમીન તેમજ કુવા, બોરિંગના પાણીને પણ તેની અસર થશે જેને લઇ આજરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા મળી ઇન્ડિયન પોટાશ લિમિટેડમાં રાસાયણિક ખાતર બનાવવાનો વિરોધ કરી  સાદડવેલગામથી રાનકુવા ચાર રસ્તા સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી અને જણાવ્યું કે સુગર ફેક્ટરી શરૂ થાય તો વાંધો નથી પણ આ જગ્યા ઉપર કોઈપણ ફેક્ટરી ચાલુ કરવામાં આવે તેનો સખત વિરોધ રહ્ના છે. રેલીમાં જોડાયેલા લોકો જાહેર રોડ ઉપર બેસી જતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો.