ઓઝરપાડામાં ટીટોડીઍ ત્રણ ઈંડા મૂકયાં
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૨ ઃ ધરમપુર તાલુકાના ઓઝરપાડાગામમાં સવિતાબેન જગનભાઈ પટેલના ખેતરમાં ટીટોડી પક્ષીનાં ત્રણ ઈંડાં જોવા મળતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ચર્ચાઍ જોર પકડ્યો હતો. ચોમાસાની શરૂઆતમાં ટીટોડી દ્વારા મૂકવામાં આવેલા ઈંડાંને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી પ્રચલિત લોકમાન્યતા ફરી ઍકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વડીલોના અનુભવ અનુસાર ટીટોડી ત્રણ ઈંડાં મૂકે તો મધ્યમથી સારો વરસાદ થવાની સંભાવના માનવામાં આવે છે, જે ખેતી માટે અનુકૂળ ગણાય છે. ચાર ઈંડા પુષ્કળ વરસાદના અને બે ઈંડાં ઓછા વરસાદના સંકેત તરીકે જોવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ઘણા ખેડૂતો કુદરતી સંકેતોના આધારે વરસાદનો અંદાજ લગાવવાની પરંપરા જાળવી રાખી છે.
