વલસાડમાં કોલેજ રોડ પર બેફામ દોડતી સ્કોર્પિયો હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ઘૂસી
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ શહેરમાં લફંગા અને નબીરાઓ દ્વારા બેફામ ગાડીઓ હંકારીને અકસ્માત સર્જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્ના છે. આવી જ ઍક ઘટના વલસાડના જાણીતા કોલેજ રોડ પર સામે આવી છે, જ્યાં ઍક કાળા રંગની સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલી ઍક હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કારમાં બેથી ત્રણ જેટલા નબીરાઓ સવાર હતાં. આ યુવકો પોતાના ઘરે કોઈને પણ કહ્ના વગર સ્કોર્પિયો કાર લઈને રખડવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોલેજ રોડ પર કારની ગતિ ઍટલે વધુ હોવાથી તાર બે કાબુ બની તે સીધી હોસ્ટેલની દીવાલ કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ હોસ્ટેલની મિલકતને નુકસાન પહોંચ્યું છે. ઘટના બાદ ત્રણ નબીરા ગાયબ થઈ ગયા હતાં. સ્થાનિક લોકોઍ જણાવ્યું કે અકસ્માત સમયે કાર પર કોઈ નંબર પ્લેટ દેખાતી ન હોવાથી રહસ્ય સર્જાયું હતું. જો કે, તપાસ દરમિયાન આ કાળા રંગની સ્કોર્પિયો કાર માંથી નંબર ઞ્થ્ ૧૫ ઘ્ય્ ૩૩૮૮ની નંબર પ્લેટ અંદરથી મળી આવી હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્ના છે અને લોકો માંગ કરી રહ્ના છે કે આવા નબીરાઓ સામે વલસાડ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
