Damanganga Times.

Damanganga Times.

July 02, 2026

વલસાડમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પર આગ

વલસાડમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પર આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડના કલ્યાણ બાગ નજીક આવેલા લક્ષ્મી પેટ્રોલિયમ) પર ગત રાત્રે ઍક  ટેન્કરમાંથી અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ રિફિલ કરતી વખતે  અંદરની   મોટરમાં શોટસર્કિટ થતાં આગ લાગવાની ઘટના બનતા ફાયરની ટીમ તાત્કાલિક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવતા આજુબાજુના દુકાનદારો અને રહીશોને મોટી રાહત મળી છે. વલસાડના કલ્યાણ બાગ નજીક આવેલા લક્ષ્મી પેટ્રોલિયમ  પર ગત રાત્રે ઍક ટેન્કરમાંથી અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ રિફિલિંગ પ્રક્રિયા દરમિયાન ત્યાં મૂકવામાં આવેલી મોટરમાં અચાનક શોર્ટસર્કિટ થતાં  જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પેટ્રોલપંપ  પર  આગ   દેખાતા ફરજ પરના હાજર કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપના સતર્ક કર્મચારીઓ નજીકમાં આવેલા  પેટ્રોલ પંપની બિલકુલ સામે જ વલસાડ નગરપાલિકાનું ફાયર સ્ટેશન પર કર્મચારીઓ તાત્કાલિક દોડીને ફાયર ફાઈટરની ટીમ પાસે પહોંચી  ઘટનાની જાણ કરી હતી.
 ફાયર ઓફિસર  લલિત પરમાર અને તેમની ટીમ ફાયર ટીમ તાત્કાલિક ખ્ગ્ઘ્ ફાયર ઍક્સ્ટિંગ્યુસર અને ફાયર ફાઈટરની ગાડી સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ વધુ ફેલાય તે પહેલાં જ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી.