વઘઈ–સાપુતારા માર્ગ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત ઃ ઍક ઈજાગ્રત
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૧ ઃ ડાંગ જિલ્લાનાં વઘઈ–સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર બાજ ગામ નજીક આવેલા વળાંક પર આજે કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને માથા અને કાનના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે બંને વાહનોને ભારે નુકસાન થયુ હતું. પ્રા વિગતો અનુસાર, સુરત તરફથી કંપનીના પ્રોડક્ટના પ્રચાર-પ્રસાર માટે નાસિક તરફ જઈ રહેલી કાર (નં. ઞ્થ્-૦૫-થ્મ્-૦૧૪૯) બાજ ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી રાજસ્થાનનો ઍક યુવક પોતાની મોટરસાયકલ (નં. ય્થ્-૩૩-મ્ખ્-૫૮૦૦) પર પ્લાસ્ટિકની ખુરશીઓ બાંધીને કથિત રીતે રોંગ સાઇડમાં આવી રહ્ના હતો. આ દરમિયાન મોટરસાયકલ કારના બોનેટ સાથે જોરદાર અથડાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ અને કારને ભારે નુકસાન થયુ હતું. આ બનાવમાં બાઈકચાલકને કાન તેમજ માથાના ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચતાં સ્થાનિકોઍ તાત્કાલિક મદદ કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે વઘઈ સામુહિક આરોગ્ય કેન્દ્ર (ઘ્ણ્ઘ્) ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
