Damanganga Times.

Damanganga Times.

July 02, 2026

ધરમપુરના કોચના માર્ગદર્શનમાં વિદ્યાર્થી નેશનલ ડાર્ટ્સ ચેમ્પિયન બન્યો

ધરમપુરના કોચના માર્ગદર્શનમાં વિદ્યાર્થી નેશનલ ડાર્ટ્સ ચેમ્પિયન બન્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૧ ઃ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી ત્ઝ઼ઘ્ ઓપન નેશનલ ડાર્ટ્સ ચેમ્પિયનશિપમાં હિલ્સ હાઈસ્કૂલ, સુરતના ૧૪ વર્ષીય વિદ્યાર્થી નિખિલ રોયે નેશનલ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. થ્ઝ઼ઘ્ વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ ઇન્ડિયા ક્વોલિફાયરમાં નિખિલ ટોપ-૪માં સ્થાન મેળવી ભારતની જુનિયર ટીમમાં પસંદગી પામ્યો છે અને હવે વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સિદ્ધાર્થ જૈન પાંચમા અને નક્ષ રોય છઠ્ઠા ક્રમે રહ્ના હતાં. ત્ઝ઼ઘ્ યુથ નેશનલ રેન્કિંગમાં કેવિન લાખાણી રનર-અપ અને નિખિલ રોય ત્રીજા ક્રમે રહ્ના હતાં. ગર્લ્સ વિભાગમાં સાચી સુખડિયા વિજેતા, સોનાક્ષી ભગત રનર-અપ અને જાનવી અડકે ત્રીજા ક્રમે રહી હતી. આ તમામ ખેલાડીઓઍ ધરમપુરના કોચ રાજ છેડાના માર્ગદર્શન હેઠળ આ સફળતા મેળવી છે. ખેલાડીઓની આ સિદ્ધિથી હિલ્સ હાઈસ્કૂલ, સુરત તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.